તારીખ ૧૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
આગામી તહેવારોને અનુલક્ષીને જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત કાલોલ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ડેરોલ ગામની નવી નગરીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ રૂ. 7,92,200/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવિન આહીર નાઓએ વધુમાં વધુ કામગીરી કરવા સૂચના આપી હતી, જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન PI ભરવાડને બાતમી મળી હતી કે હાલોલ ખાતે રહેતા અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર અને દિવ્યેશ અમિતકુમાર પરમારે મરૂન કલરની મારૂતી સ્વીફ્ટ કાર નંબર GJ 17 CK 7623 માં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરીને ડેરોલ ગામે નવી નગરીમાં દિવ્યેશની નાની (દાદી) ના મકાનમાં સંતાડ્યો છે અને હાલ દિવ્યેશ સ્વીફ્ટ કાર લઈને તે જથ્થો લેવા આવેલ છે. જે બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા પોલીસને સ્વીફ્ટ ગાડી અને મકાનમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 27 પેટીઓ જેમાં 180 ML ના ક્વાટરીયા નંગ- 1296 – કિં. રૂ. 2,59,200/- અને મારૂતી સ્વીફ્ટ કાર GJ-17-CK-7623 – કિં. રૂ. 5,00,000/- તેમ જ આરોપીની અંગઝડતીમાંથી રોકડા રૂ. 28,000/- અને મોબાઈલ નંગ-01 કિં. રૂ. 5,000/- સહિત કુલ રૂ. 7,92,200/-નો મુદ્દામાલ કબજે કરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપી અજયભાઈ મહેન્દ્રભાઈ પરમારને પકડવા ચક્રો ગતિમાન કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










