MORBI:મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રેક્ટર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ૧૩ વર્ષીય કિશોરનું મો*ત, ત્રણ સગીરો ઇજાગ્રસ્ત

MORBI:મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રેક્ટર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ૧૩ વર્ષીય કિશોરનું મોત, ત્રણ સગીરો ઇજાગ્રસ્ત

મોરબી-પીપળી રોડ પર આવેલા ટીંબડી પાટિયા પાસે શિવાજી ટ્રાન્સપોર્ટ સામે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૧૩ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બાઈક પર સવાર અન્ય ત્રણ સગીરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

એક જ બાઈક પર સવાર હતા ચાર વિદ્યાર્થીઓ મળતી વિગતો અનુસાર, સ્વસ્તિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ચાર સગીર મિત્રો સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-૩૬-એએચ-૬૭૧૦) પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ટ્રેક્ટર (નં. જીજે-૨૦-એક્યુ-૩૨૫૫)ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા ૧૩ વર્ષીય રામચંદ્ર રાવતને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બાઈક પર સવાર અન્ય ત્રણ સગીરો—આર્યન (ઉં.વ. ૧૫), પ્રિન્સ (ઉં.વ. ૧૪) અને રાજદીપ (ઉં.વ. ૧૪)ને પગમાં ફ્રેક્ચર તેમજ નાની-મોટી ઈજાઓ થતાં મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધ્યો મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના અને હાલ પીપળી સ્થિત શિવપાર્ક સોસાયટીમાં રહેતા મૃતકના પિતા રાધેશ્યામભાઈ રાવતે આ અંગે ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપી ટ્રેક્ટરચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ કરુણ ઘટના બાદ સ્થાનિક સ્તરે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે, સગીર વયના બાળકોને વાહન આપતાં પહેલાં પૂરતી તકેદારી અને ગંભીરતા રાખવી અત્યંત જરૂરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો