MORBI:મોરબી વાઘપરા નાકા પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો

MORBI:મોરબી વાઘપરા નાકા પાસેથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલા મોટરસાયકલ સાથે એક શખ્સને મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન વાઘપરાના નાકા પાસેથી એક શંકાસ્પદ બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને અટકાવી મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે બાઈકના રજીસ્ટ્રેશન નંબર (GJ-03-CQ-5542) તેમજ તેના અસલ માલિક અંગે કડક પૂછપરછ હાથ ધરતાં, આ વાહન ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાયું હતું. આથી પોલીસે BNSS ની કલમ ૧૦૬(૧) મુજબ બાઈક કબજે કર્યું હતું.

પકડાયેલા આરોપી હુશેનભાઈ ગફુરભાઈ જામ (રહે. કુલીનગર-૨, વીસીપરા, મોરબી) સામે BNSS કલમ ૩૫(૧)(ઈ) મુજબ અટકાયતી પગલાં ભરી આગળની કાયદેસરની તપાસ અર્થે તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો