જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે ખુલ્લી ગટરમાંથી સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો

જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે ખુલ્લી ગટરમાંથી સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો

૧૧૨ નંબર પર કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો પોલીસ તપાસમાં મૃતકની ઓળખ દિનેશભાઈ ડાંગરિયા તરીકે થઈ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૧૮: જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવેના પાટા પાસે ગટરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. આ બનાવમાં મૃતકની ઓળખ સત્યમ કોલોનીમાં અંડરબ્રિજ પાસે આવેલા મંદારા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૫૦૧માં રહેતા દિનેશભાઈ છગનભાઈ ડાંગરિયા (ઉંમર ૪૮) તરીકે થઈ છે. તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું પોલીસના અહેવાલમાં નોંધાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અંધાશ્રમ પાસે કેનાલમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ ૧૧૨ નંબર પર કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ મૃતકની ઓળખ થઈ હતી. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો