સલાયા લોહાણા નવરાત્રી મહોત્સવમાં શિક્ષણજગતના મહાનુભાવોની ઉપસ્થિતિ, રાસ રમતી બાળાઓને પાણીના આકર્ષક ટમ્બલરની ભેટ

સલાયા લોહાણા નવરાત્રી મહોત્સવમાં શિક્ષણજગતના મહાનુભાવોની ઉપસ્થિતિ, રાસ રમતી બાળાઓને પાણીના આકર્ષક ટમ્બલરની ભેટ

જામનગર

(નયના દવે દ્વારા)

સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રી મહોત્સવમાં આજરોજ શિક્ષણજગતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. જેમાં હાર્દિક પંડ્યા (સી.આર.સી. સલાયા) રણજીતભાઈ પટેલ, (આચાર્ય બંદર રોડ તાલુકા) શાળા, કિશોરભાઈ નકુમ, (આચાર્ય આહીર સિંહણ શાળા) તેમજ ધીરેનભાઈ ભટ્ટ (આચાર્ય કોલવા તાલુકા શાળાના) મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર રાસ-ગરબા રમી રહેલી બાળાઓને મહાનુભાવોના હસ્તે આકર્ષક પાણીના ટમ્બલરની ભેટ આપવામાં આવી હતી. આ ભેટથી બાળાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તકે પધારેલા મહેમાનોનું સલાયા લોહાણા નવરાત્રી મહોત્સવ સમિતિ વતી ભરતભાઈ લાલ, સુરેશભાઈ બારાઈ તથા લાલજીભાઈ ભુવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સલાયા લોહાણા મહાજન દ્વારા ધાર્મિક પરંપરા સાથે બાળાઓને પ્રોત્સાહિત કરવા તથા નવરાત્રી મહોત્સવને વધુ યાદગાર બનાવવા માટે કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓની ઉપસ્થિત મહાનુભાવોએ સરાહના કરી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો