જાફરાબાદ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા માં માનવમહેરામણ ઉમટ્યો

યોગેશ કાનાબાર રાજુલા

જાફરાબાદ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા માં માનવમહેરામણ ઉમટ્યો : સાતમા દિવસે નાની બાળાઓ મહિલાઓ દ્વારા રાસગરબાની રમઝટ બોલાવી હતી

જાફરાબાદ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં રાત્રીના સમયે મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો યુવાનો દ્વારા દરરોજ માં ભગવતી ની આરાધના સાથે રાસગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આજે માં ભગવતી ના સાતમા નોરતે આ સ્વદેશી મેળા માં પત્રકારો દ્વારા માં ભગવતી ની આરતી કરવામાં આવી હતી આ સ્વદેશી મેળા નો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કલાકારો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી તેમના ઉત્પાદનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો મહિલા મંડળો અને સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ખાણીપીણી ની વસ્તુઓ અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ પણ આ સ્વદેશી મેળામાં મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના અનુસાર આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ સંકલ્પનાને પ્રોત્સાહન ને મોટી સફળતા મળી રહી છે. આ સ્વદેશી મેળા માં સ્વદેશી ઉત્પાદનો , પરંપરાગત વાનગીઓ, હસ્તકલા અને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ઝાંખી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ ને પ્રોત્સાહન આપતો આ મેળો આપણી પરંપરા, કલા અને સંસ્કૃતિને જાળવી રાખવાની સાથે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પનાને વધુ મજબૂત બની રહ્યો છે. આ સ્વદેશી મેળા માં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પાવન પર્વ નવરાત્રિની ધાર્મિક આસ્થા, ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે ગરબી નું આયોજન પણ કરવામાં આવ્યું છે. દરરોજ માં ભગવતી ની આરતી સાથે નાની બાળાઓ મહિલાઓ રાસગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આ સ્વદેશી મેળામાં બાળકો ના મનોરંજન માટે વિવિધ રમતગમત ના સામાનો ઠેકઠેકાણે રંગબેરંગી લાઈટો થી સુશોભિત આ મેળા ની શાન વધારી રહ્યા છે. આ સ્વદેશી મેળામાં રાત્રીના સમયે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડશે નગરપાલિકા ના આ સ્વદેશી મેળા નો આનંદ નાગરિકો માળી રહ્યા છે. આ સ્વદેશી મેળામાં દરરોજ અધિકારીઓ પદાધિકારીઓ પત્રકારો સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહેતા હોય છે. આ સ્વદેશી મેળામાં દરરોજ નગરપાલિકા સ્ટાફ ખડેપગે ઉભા રહી નાગરિકો માટે સેવા આપી રહ્યા છે. આ સ્વદેશી મેળામાં નિષ્ઠાવાન અને નિઃસ્વાર્થ અને પ્રામાણિક સેવા ભાવિક એવા પ્રફુલ્લભાઇ બારૈયા દ્વારા નાની મોટી સમસ્યાઓ ઉપર તથા કોઈ બનતી ઘટનાઓ ઉપર ખડેપગે ઉભા રહી બાજનજર રાખી રહ્યા છે. તેમની ટીમ આ સ્વદેશી મેળા માં બાળકો ની નાનીનાની બાળોઓ મહિલાઓ યુવાનો સિનિયર સિટીઝન ને કોઈ પણ જાતની પડતી અગવડ સામે તેનો નિકાલ સ્થળે થી નિકાલ કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટ વિભાગ તથા અન્ય વિભાગ રાત્રીના સમયે ખડેપગે ઉભા રહી લાઈટીગ સમસ્યા હોય અન્ય સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે. આ સ્વદેશી મેળામાં રાત્રીના સમયે વિવિધ ખાણીપીણી ના સ્ટોલ નો પણ નાગરિકો આનંદ માણી રહ્યા છે. વિવિધ ગૃહ વપરાશની ચીજવસ્તુઓ ની ખરીદી પર નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. આ સ્વદેશી મેળામાં નગરપાલિકા પ્રમુખ શ્રી રવિનાબેન પ્રફુલ્લભાઇ બારૈયા તથા સેવાભાવી અને પ્રમાણીક એવા પ્રફુલ્લભાઇ બારૈયા તથા પત્રકાર મિત્રો તથા નગરપાલિકા સ્ટાફ મોટી સંખ્યામાં મહિલાઓ નાગરિકો ની બહોળી ઉપસ્થિતિમાં રાસગરબાની રમઝટ બોલાવી હતી બહોળી સંખ્યામાં લોકો આ સ્વદેશી મેળા ની મોજા મળી રહ્યા છે.

 

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો