મોડાસા–સાયરા રોડ પર ગેબી મંદિર નજીક અર્ટિગા કાર પલટી, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

મોડાસા–સાયરા રોડ પર ગેબી મંદિર નજીક અર્ટિગા કાર પલટી, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

કારમાં છ વ્યક્તિઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી, 112 ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી

અરવલ્લી: મોડાસા–સાયરા રોડ પર આવેલા ગેબી મંદિર નજીક અર્ટિગા કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઇજાગ્રસ્તો બાયડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક વિગતો અનુસાર, મોડાસા–સાયરા રોડ પર ગેબી મંદિર નજીકથી પસાર થતી અર્ટિગા કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હોવાનું અનુમાન છે. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં કુલ છ વ્યક્તિઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે.દરમિયાન, કારમાં સવાર વ્યક્તિઓ નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો