પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

તારીખ ૧૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ,વીજ જોડાણ , રોડ રસ્તા, ઔદ્યોગિક એકમોની મંજૂરી,મહેસૂલ વિભાગના પ્રશ્નો ,પુરવઠા વિભાગ,પશુપાલન તથા આરોગ્ય વિભાગને લગતા પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પડતર અરજીઓના નિવારણ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા, વિવિધ યોજનાઓના સહાય વિતરણ,તથા અન્ય જરૂરી બાબતો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.બેઠકમાં સીએમ ડેશબોર્ડ, પી.જી. પોર્ટલ તથા સ્વાગત કાર્યક્રમ અંતર્ગતની અરજીઓનો નિકાલ કરવા પર સબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી. તદ્ઉપરાંત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર બેઠક તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર,ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય,નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ,પ્રાંત અધિકારીશ્રી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો