મેઘરજના બી.ટી. છાપરાથી ઇટવા જતો રસ્તો બિસ્માર, ખાડા પૂરવાના કામ સામે સવાલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના બી.ટી. છાપરાથી ઇટવા જતો રસ્તો બિસ્માર, ખાડા પૂરવાના કામ સામે સવાલો

ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન, જાગૃત નાગરિકની રજૂઆત બાદ ખાડા પૂરાયા પણ કામગીરી સામે ઉઠ્યા સવાલો

અરવલ્લી/મેઘરજ: મેઘરજ તાલુકાના રેલ્લાવાડા જૂની ચેકપોસ્ટ થી બી.ટી. છાપરા, ઇટવા ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાની ફરિયાદો સામે આવી છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની દયનીય સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા સમયસર યોગ્ય સમારકામ કરવામાં આવતું ન હોવાના આક્ષેપો વચ્ચે હવે રસ્તાના રિપેરિંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર ખાડાઓ અને તૂટેલા માર્ગને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ મામલે એક જાગૃત નાગરિકે ખાડાઓ પૂરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ રસ્તા પરના ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, ખાડા પૂરવાની કામગીરીમાં પણ યોગ્ય રીતે કામ કરવામાં આવ્યું ન હોવાની આશંકા વ્યક્ત થતાં સમારકામની ગુણવત્તા અંગે સવાલો ઊઠ્યા છે.રસ્તાના સમારકામ પાછળ કરવામાં આવતી કામગીરી અને તેની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઊઠી રહી છે. બીજી તરફ, બિસ્માર માર્ગને કારણે રોજિંદી અવરજવર કરતા ગ્રામજનો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

નવીન રસ્તો બનાવવાની ગ્રામજનોની માંગ

બી.ટી. છાપરાથી ઇટવા ગામ તરફ જતા માર્ગનું યોગ્ય સમારકામ કરી અથવા નવા રસ્તાનું નિર્માણ કરી લોકોને રાહત આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. મેઘરજના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની સ્થિતિ અંગે ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.હવે સવાલ એ છે કે રસ્તાની દયનીય હાલત દૂર કરવા તંત્ર ક્યારે જાગશે..? ખાડા પૂરવાની કામગીરીની ગુણવત્તાની તપાસ થશે કે કેમ..? અને ગ્રામજનોને ક્યારે સારા રસ્તાની સુવિધા મળશે..? આ અંગે સંબંધિત તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો