વિજાપુરમાં દેશી દારૂના બે અડ્ડા પર LCBની રેડ મણિપુરા ગામે બે અલગ સ્થળેથી 1,550 લીટર વોશ અને 40 લીટર દેશી દારૂ સહિત રૂ. 56,750નો મુદ્દામાલ મળ્યો

વિજાપુરમાં દેશી દારૂના બે અડ્ડા પર LCBની રેડ
મણિપુરા ગામે બે અલગ સ્થળેથી 1,550 લીટર વોશ અને 40 લીટર દેશી દારૂ સહિત રૂ. 56,750નો મુદ્દામાલ મળ્યો
રેડ દરમિયાન બંને સ્થળેથી આરોપીઓ ગેરહાજર મળી આવ્યા
વિજાપુર તા
વિજાપુર તાલુકાના મણિપુરા ગામથી મહેશ્વર રોડ તરફ આવેલા લોટિયા આંટા વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ સામે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દેશી દારૂ ગાળવા માટેનો કુલ 1,550 લીટર વોશ અને 40 લીટર દેશી દારૂ મળી કુલ રૂ. 56,750નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંને સ્થળે દરોડા દરમિયાન સંબંધિત વ્યક્તિઓ હાજર મળી આવી નહોતી.
પ્રાપ્ત વિગતો મુજબ, LCBની ટીમને મળેલી બાતમીના આધારે મણિપુરા ગામના લોટિયા આંટા વિસ્તારમાં પ્રથમ દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં આકાશજી બળવંતજી ઠાકોરના કબજાવાળા મકાનની પાછળના ભાગે આવેલા કાચા છાપરામાં તપાસ કરતાં દેશી દારૂ ગાળવા માટેનો વોશ ભરેલાં પાંચ મોટાં અને 11 નાનાં, એમ કુલ 16 પ્લાસ્ટિકનાં પીપ મળી આવ્યાં હતાં. આ પીપમાં કુલ 1,550 લીટર વોશ ભરેલો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પ્રતિ લીટર રૂ. 25 લેખે તેની કિંમત રૂ. 38,750 આંકવામાં આવી હતી.
ત્યારબાદ એ જ વિસ્તારમાં રોહીતજી શંભુજી ઠાકોરના મકાનની પાછળ આવેલા છાપરામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી દેશી દારૂ ગાળવા માટેનો 400 લીટર વોશ ભરેલાં બે મોટાં પ્લાસ્ટિકનાં પીપ અને 40 લીટર દેશી દારૂ ભરેલાં બે કેન મળી આવ્યાં હતાં. વોશની કિંમત રૂ. 10,000 અને દેશી દારૂની કિંમત રૂ. 8,000 મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે બંને સ્થળેથી વોશ અને દેશી દારૂના નમૂના મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વોશનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બંને બનાવ અંગે વિજાપુર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એફ) હેઠળ કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો