માળિયાહાટીના તાલુકામાં “સેવા – મારું યોગદાન” ઝુંબેશ અંતર્ગત એનિમિયા સ્ક્રીનીંગ અને હિમોગ્લોબિન ટેસ્ટિંગ કેમ્પ યોજાયા: વિશાળ સંખ્યામાં લાભાર્થીઓની તપાસ

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં  કાર્યરત  “સેવા – મારું યોગદાન” ઝુંબેશ અંતર્ગત અને ‘એનિમિયા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે, માળિયા હાટીના તાલુકામાં સઘન આરોગ્ય તપાસ, હિમોગ્લોબિન (Hb) ટેસ્ટિંગ અને IFA (આયર્ન અને ફોલિક એસિડ) વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અભિયાન માળિયાહાટીના  તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી તેમજ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ના મેડિકલ ઓફિસર્સના સીધા માર્ગદર્શન હેઠળ સુચારૂ રૂપે પાર પાડવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ ખાતે આરોગ્ય ટીમો તેમજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમો દ્વારા સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળકોનું ડિજિટલ પદ્ધતિથી હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનીંગ બાદ જરૂરિયાતમંદ લાભાર્થીઓનું Normal, Mild, Moderate અને Severe Anemia માં વર્ગીકરણ કરી તાત્કાલિક સ્થળ પર જ વિનામૂલ્યે આયર્ન સીરપ તથા ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૬ થી ૫૯ મહિનાના બાળકોને આયર્ન સીરપ,  ૫ થી ૯ વર્ષના બાળકોને આયર્ન પિંક ટેબ્લેટ (IFA Pink),  ૧૦ થી ૧૯ વર્ષના કિશોર-કિશોરીઓને આયર્ન બ્લૂ ટેબ્લેટ (IFA Blue) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે લાભાર્થીઓને લીલા પાંદડાવાળા શાકભાજી, પૌષ્ટિક આહાર, વિટામિન-સી યુક્ત ખોરાક તેમજ એનિમિયાથી બચવાના ઉપાયો અંગે આરોગ્ય શિક્ષણ અને કાઉન્સેલિંગ પણ પૂરું પાડવામાં આવ્યું હતું.  આ સફળ કામગીરી બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી દ્વારા તમામ મેડિકલ ઓફિસર્સ, સી.એચ.ઓ. (CHO), ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), લેબ ટેકનિશિયન, આશા બહેનો અને RBSK ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો