MORBI:મોરબી સમર્પણ હોસ્પિટલ નજીકથી ચોરાયેલ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એલસીબીની કાર્યવાહી : રૂ.30 હજારની હોન્ડા સાઈન મોટરસાયકલ કબજે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મોરબી એલસીબી ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને ચોરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, એલસીબી/પેરોલ સ્ટાફની ટીમ સમર્પણ હોસ્પિટલથી નેશનલ હાઈવે તરફ જતા આર.સી.સી. રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ગૌતમભાઈ મગનભાઈ બોચીયા (રહે. ઈન્દિરાનગર, મોરબી) હોન્ડા સાઈન મોટરસાયકલનં.
GJ-03-FR-9809 સાથે મળી આવ્યો હતો. મોટરસાયકલના દસ્તાવેજો અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે આશરે 10થી 15 દિવસ અગાઉ સમર્પણ હોસ્પિટલ સામે પ્રમુખ સ્ટીલના ગોડાઉન પાસેથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ ગુ.ર.નં.11189004261622/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયેલ હતો. પોલીસે ચોરાયેલી રૂ.30 હજારની હોન્ડા સાઈન કબજે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલસીબી/પેરોલ સ્ટાફની ટીમે કામગીરી હાથ ધરી હતી.









