જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહતી પરપ્રાંતિય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહતી પરપ્રાંતિય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

બાલાજી પાર્ક વિસ્તારના મકાનમાં ૩૫ વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પતિની જાણના આધારે પોલીસ દ્વારા તપાસ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગ તા. ર૪: જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ક, વિસ્તાર નંબર-૩માં રહેતાં અર્ચનાબેન સંદીપકુમાર મિશ્રા (ઉંમર ૩૫ વર્ષ)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તેમના પતિ સંદીપકુમાર મિશ્રાએ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, અર્ચનાબેન ઘરે એકલાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો