ઇડર શહેરની એક એવી વ્યક્તિ કે જે વિપુલ લોનવાલા તરીકે ઓળખવામાં આવે છે જે દર વર્ષે દિવાળી સમયે જરૂરિયાત મંદ બાળકોને કપડાની ભેટ આપે છે
આજના સમયમાં એવી ખૂબ ઓછી વ્યક્તિઓ હોય છે જે પરમાર્થ ભાવનાથી સેવા કરતા હોય છે કેટલાક લોકો પોતાનો જન્મદિવસ હોય કે કોઈ ખુશી નો પ્રસંગ હોય આવા પ્રસંગે વ્યર્થ ખર્ચ કરતા હોય છે પરંતુ ઇડર શહેરમાં એક એવી વ્યક્તિ છે કે જેને વિપુલભાઈ લોન વાળા તરીકે ઓળખવામાં આવે છે આ વિપુલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે ઇડર શહેરમાંથી જરૂરિયાત મંદ બાળકોને એકત્રિત કરે છે પોતાની ગાડીમાં બેસાડે છે અને શહેરની સારામાં સારી ગારમેન્ટ ની દુકાને લઈ જઈ તમામ બાળકોને કપડાં લાવી આપે છે આજે પણ વર્ષોની પરંપરા તેમને જાળવી રાખી છે ઈડર શહેરમાંથી આજે 35 જેટલા બાળકોને એકત્રિત કરી તમામ બાળકોને પોતાની ગાડીમાં બેસાડી દુકાને લઈ જઈ નવા કપડાં અપાવ્યા હતા. નવા કપડાને લઇ બાળકોના ચહેરા ઉપર અલગ પ્રકારનું સ્મિત જોવા મળ્યું હતું આ અંગે જ્યારે વિપુલભાઈ ને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમને એક એવી ઈચ્છા હતી કે દર વર્ષે કંઈક સારું કામ કરવું પછી તેમણે વિચાર કર્યો કે ખોટા પૈસા વ્યર્થ કર્યા વગર જરૂરિયાત મંદ બાળકોને કપડાં લાવી આપવા ત્યારથી તેમણે દર વર્ષે ઇડર શહેરમાં જરૂરિયાત મંદ બાળકોનું લિસ્ટ બનાવવામાં આવે છે ત્યારબાદ દિવાળીના આગળના દિવસે એટલે કે કાળી ચૌદસના દિવસે તમામ બાળકોને તેમના ઘેરથી તેમના પરિવારની મંજૂરી લઈ તેમની સાથે લઈ જવામાં આવે છે તમામ બાળકોને કપડાં અપાવી તેમને તેમના ઘેર પરત મૂકવામાં આવે છે આજે પણ વિપુલભાઈ તરફથી ₹35 જેટલા બાળકોને કપડાની ભેટ આપવામાં આવી કપડાની ભેટ મળતો બાળકો પણ આનંદિત થઈ ગયા
જયંતિ પરમાર સાબરકાંઠા
![]()
![]()
![]()











