નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠાના કાંકરેજમાંથી માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક ઘાયલ વૃદ્ધને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા છે. જેની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે થરા શહેરમાં આજે સવારે એક વૃદ્ધ પર આખલાએ હુમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધને જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, પરંતુ કોઈ મદદે આવતું નહોતું
એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની નજર આ વૃદ્ધ પર પડી. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ધારાસભ્યએ પોતાનો કાફલો રોક્યો અને પોતે જ આગળ આવી ઘાયલ વૃદ્ધને પોતાની અંગત ગાડીમાં બેસાડી તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા
હોસ્પિટલમાં વૃદ્ધને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ ધારાસભ્યએ તબીબોને વધુ સારી સારવાર માટે સૂચના પણ આપી હતી આ અંગે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે, “હું પહેલા પ્રજાનો સેવક છું, પછી ધારાસભ્ય છું. કોઈની જિંદગી બચાવવા કરતા મોટો કોઈ પ્રોટોકોલ નથી ધારાસભ્યની આ સરાહનીય કામગીરીને લઈને સમગ્ર બનાસકાંઠા વાવ થરાદ અને ગુજરાત મા ભર તેમના વખાણ સોશ્યલ મીડિયા પર થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે પ્રજાને આવા જ સેવાભાવી નેતાની જરૂર છે











