ઘાટવડ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ વિશે સેમિનાર યોજાયો.

જિલ્લા કાનૂની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ડી.ડી. ઝાટકિયા ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘાટવડ ના પટાંગણમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને દર વર્ષે 1 ઓક્ટોબરે ઉજવાતા આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. વૃદ્ધ વ્યક્તિઓના સન્માન, ગૌરવ, આરોગ્ય, સુરક્ષા અને અધિકારો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. વડીલો પ્રત્યે પ્રેમ, સન્માન અને સંવેદનશીલતા રાખવા તેમજ વૃદ્ધ માતા-પિતાની યોગ્ય કાળજી લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ “વડીલોનું સન્માન અને તેમની સુરક્ષા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું” તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, આચાર્ય શ્રી જે. ડી મોરી સાહેબ, જગદીશ નકુમ,વી. ડી મોરી,શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો