ડાંગ: માહિતી અધિકાર સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પરિસંવાદ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન “માહિતી અધિકાર સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગના માર્ગદર્શન હેઠળ આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે વર્યુઅલ માધ્યમથી વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

“સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષય પર આયોજીત આ પરિસંવાદમાં રાજ્ય માહિતી કમિશનરશ્રી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પરિસંવાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને કાયદાના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં ડાંગ જિલ્લાના તમામ વિભાગોના જિલ્લા/તાલુકા કક્ષાના જાહેર માહિતી અધિકારીશ્રીઓ  અને પ્રથમ અપીલ સત્તાધિકારીશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા. પારદર્શક અને જવાબદાર વહીવટ માટે RTI એક્ટની જોગવાઈઓનું ચુસ્ત પાલન થાય અને અરજીઓનો સમયસર નિકાલ આવે તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો