થરા બુકોલીયાવાસ ખાતે વોર્ડ નંબર-૫ મા ભાજપા ના ઉમેદવારોની બેઠક યોજાઈ..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે ગણતરીના દિવસો માં નગર પાલિકા ચૂંટણીને લઈને વિવિધ વિસ્તારોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.જેના ભાગરૂપે બુધવારે રાત્રે થરા શહેરના બુકોલીવાસ ખાતે વોર્ડ નંબર-૫ ના ઉમેદવારોની મિટિંગ થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને,SC મોરચા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ,બનાસકાંઠા જીલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરીયા,ડિરેક્ટર કલાકાર કલ્યાણ નિધિ ગુજરાત સરકારના ડિરેક્ટર દીપકભાઈ જોષી સહીત સ્થાનિક આગેવાનો,કાર્યકરો તેમજ સર્વ સમાજના લોકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિશાળ સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વોર્ડ નંબર-૫ ના ઉમેદવારો પ્રેમીલાબેન ઘાંઘોસ, દિપાલીબેન ઠક્કર,ધવલકુમાર ઝવેરી વિક્રમકુમાર પરમાર પૂર્વ કોર્પોરેટર રાયમલભાઈ પટેલ, મુકેશભાઈ બુકોલીયા વકીલ, શંકરભાઈ પરમાર મંગળભાઈ પરમાર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ આગામી નગર પાલિકા ચૂંટણીને લઈને ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરી હતી.બેઠક દરમ્યાન વિસ્તારના વિકાસના કામો,પ્રજાના પ્રશ્નો, નગર પાલિકાની કામગીરી તેમજ આગામી દિવસોમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.ઉપસ્થિત સમાજ ના આગેવાનો અને કાર્યકરોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.તેમજ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકો ને અપીલ કરી હતી.આ પ્રસંગે પ્રવીણભાઈ પરમારે ઉપસ્થિત લોકોને સંબોધતા આગામી ૧૧ મી તારીખે યોજાનારી થરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને મત આપવા અપીલ કરી હતી. તેમણે પેનલ-ટુ-પેનલ ભાજપ ના ચોવીસે ચોવીસ ઉમેદવારો ને વિજયી બનાવવા માટે કાર્યકરો અને સમર્થકોને અપીલ કરી હતી.ગુજરાત પ્રદેશ એસ.સી.મોરચા ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ મધાભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી માં પણ ભાજપના ઉમેદવારને વિજયી બનાવી વિધાનસભા માં મોકલવા માટે અત્યારથી જ સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે.તેમણે કાર્યકરોને એકજૂથ થઈને લોકો વચ્ચે જઈ સરકારની યોજનાઓ અને વિકાસના કામોની માહિતી પહોંચાડવા તથા ચૂંટણીમાં સક્રિય રીતે કામગીરી કરવા આહવાન કર્યું હતું.બેઠકમાં સર્વ સમાજના લોકોની હાજરી જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આગામી નગર પાલિકા ચૂંટણીને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.અંતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી દરમિયાન સંગઠિત રીતે કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમ નું સંચાલન અલ્પેશભાઈ શાહે કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530











