આહવામાં મહિલાની છેડતીનો ગંભીર આક્ષેપ: ત્રણ શખ્શો ઘરમાં ઘૂસી હાથ પકડી ઓઢણી ખેંચી, પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે રહેતા એક મહિલાએ ત્રણ અજાણ્યા શખ્સો સામે છેડતી,ઘરમાં ઘૂસી હુમલો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ સમક્ષ લેખિત અરજી આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદી મહિલાએ પોતાની, પોતાના પતિ અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર દહેશત વ્યક્ત કરી ત્રણેય શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આહવા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટરને સંબોધીને તારીખ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ આપવામાં આવેલી  ફરિયાદ અરજી મુજબ, ફરિયાદી તારાબેન બુધ્યાભાઈ પવાર (ઉંમર વર્ષ આશરે ૨૭, ધંધો: ઘરકામ, રહે. જામનવિહિર, તા. આહવા, જિ. ડાંગ) એ આરોપ લગાવ્યો છે કે તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરના આશરે ૨:૦૦ વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ મોઢા પર રૂમાલ બાંધીને શાઇન બાઇક પર તેમના ઘરે આવ્યા હતા.ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ, આ શખ્સોએ ફરિયાદીના પતિ બુધ્યાભાઈ રૂપસિંહભાઈ પવાર (જેઓ ‘આર જે પવાર ડાંગી સિંગર’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે) ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી. પતિ ઘરે હાજર ન હોવાનું જણાવતા જ અજાણ્યા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ધમકી આપતા જણાવ્યું હતું કે તેમના પતિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અને Facebook પર એવા વીડિયો બનાવી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે સીતા વનમાં ખંડિત થયેલ મૂર્તિના બનાવ અંગે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેના વિરોધમાં આપેલા આવેદનપત્ર બાબતે સંબંધિત તમામ લોકો ખરેખર ખ્રિસ્તી છે કે નહીં તે અંગેના સર્ટિફિકેટ અને જમીનની ખાતાની ચોપડીમાં તપાસ કરાવવી જોઈએ.અરજીમાં વધુ ગંભીર વિગતો આપતા જણાવાયું છે કે, આટલું કહ્યા બાદ ત્રણેય અજાણ્યા ઈસમો ગાડી પરથી ઉતરીને ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને ફરિયાદીનો હાથ પકડી ખેંચતાણ કરી તેમની ઓઢણી ખેંચી કાઢી હતી. પતિની ગેરહાજરીમાં એકલતાનો લાભ ઉઠાવી છેડતી અને બદકામ કરવાનો પ્રયાસ કરાતા ગભરાયેલી મહિલાએ બૂમાબૂમ કરતા આ શખ્સોએ હાથ છોડી દીધો હતો.જતાં-જતાં આ ત્રણેય અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, “તારા પતિ બુધ્યાને સમજાવી દેજે, કે જો હવે પછી એ એવું કરશે તો તારી સાથે દુષ્કર્મ કરીશુ અને તારા પતિ તથા બાળકોને જાનથી મારી નાખી તારા પરિવારને ખતમ કરી નાખીશું.”આ ઘટનાથી અત્યંત ભયભીત થયેલા મહિલાએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ ત્રણેય જુનુની અજાણ્યા શખ્સોની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તથા ફરિયાદી, તેમના પતિ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. આ ગંભીર ફરિયાદ બાદ હવે આહવા પોલીસ દ્વારા સમગ્ર મામલે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે..

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો