MORBI:મોરબીમાં ચોરી કે છળકપટથી મેળવેલા ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

MORBI:મોરબીમાં ચોરી કે છળકપટથી મેળવેલા ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે નગર દરવાજા નજીક આવેલી એક મોબાઈલની દુકાન પર દરોડો પાડી શંકાસ્પદ ૪૦ નંગ મોબાઈલ ફોન સાથે એક વેપારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી SOG પોલીસ સ્ટાફ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નગર દરવાજા પાસે, પરા બજાર મેઈન રોડ પર આવેલી શ્રી ખેતેશ્વર મોબાઈલ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ જાણીતી કંપનીઓના કુલ ૪૦ નંગ એન્ડ્રોઇડ/સ્માર્ટફોન મળી આવ્યા હતા.

બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શક્યો:પોલીસે જપ્ત કરેલા તમામ મોબાઈલ ફોનના બિલ તેમજ ખરીદી અંગેના આધાર પુરાવા માંગતા દુકાનદાર ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તેની પાસે કોઈ પણ પ્રકારના બિલ ન હોવાથી આ તમામ મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું સ્પષ્ટ જણાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલ આરોપી: દિનેશભાઈ ભમરારામ પુરોહિત (મૂળ રહે. રાજસ્થાન, હાલ રહે. શિવશક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસ, ટ્રાન્સપોર્ટ નગર, લક્ષ્મીનગર સામે, મોરબી)મુદ્દામાલ: વિવિધ કંપનીના ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ ફોન નંગ-૪૦ (BNSS કલમ-૧૦૭(૧) હેઠળ કબ્જે) પોલીસે આરોપી સામે BNSS કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટકાયતી પગલાં ભરી વધુ તપાસ અર્થે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો