દાહોદના ગોધરા રોડ પર ચાલુ બાઇકમાં અચાનક ભીષણ આગ, પેટ્રોલ પંપની ફાયર સેફ્ટીની બેદરકારી સામે આવી

તા.૧૪.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગોધરા રોડ પર ચાલુ બાઇકમાં અચાનક ભીષણ આગ, પેટ્રોલ પંપની ફાયર સેફ્ટીની બેદરકારી સામે આવી

દાહોદના ગોધરા રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલી એક ચાલુ બાઇકમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો.ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સાબિત થયાઆ ઘટના દરમિયાન પેટ્રોલ પંપના તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે. બાઇકમાં આગ લાગતા જ પેટ્રોલ પંપનો કર્મચારી તાત્કાલિક ત્યાં મુકેલી ફાયર સેફ્ટીની બોટલ (અગ્નિશામક સિલિન્ડર) લઈને દોડી આવ્યો હતો. પરંતુ, જ્યારે બોટલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમાંથી કેમિકલ બહાર નીકળ્યું જ ન હતું. પંપ પર રાખવામાં આવેલા આ સુરક્ષાના સાધનો માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થયા હતા.મોટી હોનારત ટળી, એક્સ્પાયરી ડેટની બોટલો હોવાનું અનુમાનપ્રથમ બોટલ ફેઈલ ગયા બાદ, ભારે મથામણ પછી કર્મચારી બીજી બોટલ લઈ આવ્યો હતો અને તેના વડે કેમિકલનો છંટકાવ કરીને માંડ-માંડ આગ પર કાબૂ મેળવાયો હતો. બાઇકમાં આગ લાગ્યાના ઘણા સમય પછી આ બોટલ કામ કરી શકી હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે પેટ્રોલ પંપ પર રાખવામાં આવેલી ફાયર સેફ્ટીની બોટલો એક્સ્પાયરી ડેટની હોઈ શકે છે.પેટ્રોલ પંપની બિલકુલ નજીક જ આ આગ લાગી હોવાથી જો સમયસર કાબૂ ન આવ્યો હોત તો આગ મોટું સ્વરૂપ ધારણ કરી શકતી હતી અને કોઈ મોટી જાનહાની કે હોનારત સર્જાઈ શકી હોત.પેટ્રોલ પંપ સંચાલકની આ પ્રકારની ગંભીર બેદરકારી સામે હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો