MORBI:મોરબીના ખાનપરમાં ૨૩મી સપ્ટેમ્બરે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબી:૧૧મા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત આયુષ નિયામકની સૂચનાથી મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક ભવ્ય નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર (તા. મોરબી) ખાતે યોજાશે.
કેમ્પમાં ઉપલબ્ધ મુખ્ય આરોગ્ય સેવાઓ:વિવિધ રોગોનું નિઃશુલ્ક નિદાન, સારવાર તેમજ આયુર્વેદિક જીવનશૈલી અંગે યોગ્ય માર્ગદર્શન ૦ થી ૫ વર્ષ સુધીના બાળકો માટે રોગપ્રતિકારક શક્તિ વધારતા સુવર્ણપ્રાશનના ટીપાં હરસ, મસા અને ભગંદર જેવા રોગો માટે અસરકારક આયુર્વેદિક સારવાર અને સલાહ
સાંધાના દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે વિશેષ અગ્નિકર્મ ચિકિત્સા ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી તેમજ આર્સેનિક આલ્બમ ઔષધિઓનું વિનામૂલ્યે વિતરણ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા તાલુકા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.











