વિરાજ પાગડાનું રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ બદલ સન્માન

જામનગર
(નયના દવે દ્વારા)

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ હોલ ખાતે માનનીય શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજા સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે 21 સેવા પ્રકલ્પો અને વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જામનગરના મેયરશ્રી, સંગઠન ના આગેવાનશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા નં. 21, જામનગરના પ્રતિભાશાળી વિદ્યાર્થી વિરાજ પાગડાનું રમતગમત તથા શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિરાજે કરાટે ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. વિરાજની આ સિદ્ધિઓને બિરદાવતાં મહાનુભાવોના હસ્તે તેમને એવોર્ડ ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિરાજની સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો તથા પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.








