શાળા નં. 18, જામનગરને રાજ્ય મેરીટમાં શ્રેષ્ઠ પરિણામ બદલ સન્માન

મનગર: માનનીય શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજા સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે ધનવંતરી ઓડિટોરિયમ હોલ, જામનગર ખાતે વિવિધ 21 સેવા પ્રકલ્પો અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળા નં. 18, જામનગરને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET, Gyan Sadhana, PSE અને NMMSમાં શ્રેષ્ઠતમ પરિણામ મેળવી રાજ્ય મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમજ જામનગર જિલ્લાની બેસ્ટ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ વિવિધ યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક શ્રી દિપક પાગડાનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળા નં. 18ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું નામ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ગૌરવવંતું બનાવ્યું છે.


મુખ્ય શિક્ષક શ્રી દિપક પાગડાએ જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મુખ્ય શિક્ષકનું નહીં પરંતુ સમગ્ર શાળા પરિવારનું સન્માન છે. વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન, વાલીઓનો સહકાર અને સમગ્ર શાળા પરિવારના સંયુક્ત પ્રયાસોના પરિણામે આ ગૌરવ પ્રાપ્ત થયું છે.”
શાળા નં. 18ને મળેલા આ ગૌરવપૂર્ણ સન્માનથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો