બીલીમોરા પોલીસની ટીમે દેશી પિસ્તોલ અને રિવોલ્વર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે વોન્ટેડ….

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે બીલીમોરા પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભાઠા ઘોડા ફળિયામાં રહેતા જયકિશન ઉર્ફે ચકો મહેશભાઈ કોળી પટેલને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ૧૫૪૧-આર્મ્સ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂ.30,000 અને એક દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂ.25,000, મળી કુલ રૂ.55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ હથિયારો સંતાડવા/આપવા અંગે દિપક કલ્પેશભાઈ કોળી પટેલ, રહે. ભાઠા ઘોડા ફળિયા, તા. ગણદેવી, જી. નવસારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ મામલે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ), 25(1)(એ), 29(એ) તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો