પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની રેણા ચોકડી ખાતે વન વિભાગની કડક કાર્યવાહી:શહેરાના વર્તુળ વન અધિકારી આર.એફ.ઓ. વી. જી. ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુણેલી રાઉન્ડ સ્ટાફ દ્વારા રેણા ચોકડી ખાતે રાત્રી નાકાબંધી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મોડી રાત્રે આશરે ૨:૦૦ કલાકે અણીયાદથી વાયા ગુણેલી થઈને બાલાસિનોર રોડ તરફ લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે વન સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી પીછો હાથ ધર્યો હતો અને રાત્રે ૨:૪૦ કલાકે લાડવેલ નજીક ટ્રક નંબર GJ 17 X 5338 ને રોકી પાસ-પરમિટ માંગતા ચાલક કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો.આથી વન વિભાગે ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક તથા મુદ્દામાલ સહિત કુલ રૂ. ૪,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી શહેરા રેન્જ ખાતે શ્રી સરકાર હસ્તક જમા લીધો છે. આ સમગ્ર પેટ્રોલિંગ કામગીરીમાં ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર શ્રી કે. ડી. ગઢવી, બોડીદ્રાખુર્દના શ્રી નટવર પી. સોલંકી તથા છૂટક રોજીંદાર શ્રી ફૂલાભાઈ નાયકે સક્રિય યોગદાન આપ્યું હતું.










