આણંદ મહાનગરપાલિકાની બાકી વેરો ન ભરનારની સામે કાર્યવાહી, વધુ 11 પ્રોપર્ટી કરવામાં આવી સીલ

આણંદ મહાનગરપાલિકાની બાકી વેરો ન ભરનારની સામે કાર્યવાહી, વધુ 11 પ્રોપર્ટી કરવામાં આવી સીલ

 

તાહિર મેમણ – આણંદ – 22/10/2026 – કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાની રિકવરી ટીમે બાકી વેરો ના ભરનાર સામે સખત કાર્યવાહી કરી છે. છેલ્લા આઠ દિવસથી સતત ચાલતી આ કાર્યવાહી અંતર્ગત મનપાની ટીમે રૂપિયા 3,13,224 બાકી વેરો ન ભરનારા મિલકતધારકો સામે કાયદેસરના પગલાં ભરી વધુ 11 પ્રોપર્ટી સીલ કરી દીધી છે. જેમાં આણંદ-વિદ્યાનગર રોડ પરની અને સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલી પ્રોપર્ટી નો સમાવેશ થાય છે.

 

​મહાનગરપાલિકાની રિકવરી ટીમના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વારંવાર સૂચનાઓ અને નોટિસો આપવા છતાં જે લોકો વેરો ભરપાઈ નથી કરી રહ્યા તેમની સામે હવે સીધા પ્રોપર્ટી સીલિંગના પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, જે પ્રોપર્ટી ધારકોનો વેરો ભરવાનો બાકી છે તેઓ કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર તાત્કાલિક ધોરણે બાકી રકમ જમા કરાવી દે. આવનારા દિવસોમાં આ ઝુંબેશ સતત ચાલુ રહેવાની છે અને જે લોકો વીરો નહીં ભરે તેવા બાકીદારોની પ્રોપર્ટી સીલ કરવામાં આવશે.

 

જે પ્રોપર્ટી ધારકો નો બાકી વેરો ભરવાનો બાકી હોય તેમણે કોઈ કાયદાકીય કાર્યવાહી કે સીલિંગનો સામનો ન કરવો પડે તે માટે વહેલી તકે વેરો જમા કરાવી દેવા મનપાના રિકવરી વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો