નાની સિંગલોટી પાસે ચેકડેમના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપ

નાની સિંગલોટી પાસે ચેકડેમના કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપ

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 97.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

પથરા, કોથળીઓ અને સોટીઓ ચણી દેવાતા કામની ગુણવત્તા સામે સવાલો; લાખો રૂપિયાના ખર્ચ સામે તંત્રની દેખરેખ સામે પણ ઉઠ્યા પ્રશ્નો

 

ડેડિયાપાડા : ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામ નજીક બનાવવામાં આવેલા ચેકડેમના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ચેકડેમના બાંધકામમાં પથરા, કોથળીઓ અને સોટીઓ જેવી વસ્તુઓ પણ ચણતરમાં જોવા મળતા સમગ્ર કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

 

સ્થાનિકોના જણાવ્યા મુજબ ચેકડેમના બાંધકામમાં યોગ્ય ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે કે કેમ અને કામ ટેકનિકલ માપદંડ મુજબ થયું છે કે કેમ, તેની તપાસ થવી જરૂરી છે. જો શરૂઆતથી જ બાંધકામમાં બેદરકારી રાખવામાં આવી હોય તો વરસાદી પાણીના પ્રવાહ સામે આ ચેકડેમ કેટલો સમય ટકી શકશે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

લાખોનો ખર્ચ, છતાં ગુણવત્તા ક્યાં?

 

સરકારી નાણાંમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને બાંધવામાં આવતા ચેકડેમનો મુખ્ય હેતુ પાણી સંગ્રહ અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે લાભ પહોંચાડવાનો હોય છે. ત્યારે જો બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપો સાચા હોય તો સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે અંગે તપાસ જરૂરી બને છે.

 

તંત્રની દેખરેખ સામે પણ સવાલો

 

ચેકડેમના બાંધકામ દરમિયાન જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર નિયમિત દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં? મટીરિયલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? કામના માપદંડ અને બિલની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી? જેવા અનેક સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.

 

સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ચેકડેમના બાંધકામની તટસ્થ ટેકનિકલ તપાસ કરવામાં આવે, વપરાયેલા મટીરિયલના નમૂના લેવામાં આવે અને કામમાં ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

 

ચેકડેમ કેટલો ટકશે? સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં? તંત્રે બાંધકામની ગુણવત્તા ચકાસી હતી કે નહીં? હવે આ સવાલોના જવાબની

રાહ જોવાઈ રહી છે.

 

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો