દેડિયાપાડાના નવાગામ (ડેડી) પ્રાથમિક શાળામાં ભાવુક વિદાય સમારોહ યોજાયો,

દેડિયાપાડાના નવાગામ (ડેડી) પ્રાથમિક શાળામાં ભાવુક વિદાય સમારોહ યોજાયો,

 

37 વર્ષ સુધી સેવા આપનાર શિક્ષક અર્જુનભાઈ તડવીને વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શિક્ષણ પરિવાર દ્વારા ભાવભીની વિદાય

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

ડેડીયાપાડા : નવાગામ (ડેડી) પ્રાથમિક શાળા, ડેડીયાપાડા ખાતે લાંબા સમયથી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર અર્જુનભાઈ તડવીની નિવૃત્તિ નિમિત્તે ભાવુક વિદાય સમારોહ યોજાયો હતો. અર્જુનભાઈ તડવીએ નવાગામ પ્રાથમિક શાળામાં 37 વર્ષ સુધી સેવા આપી અનેક વિદ્યાર્થીઓના શિક્ષણ અને જીવનઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

 

સમારોહમાં તાલુકા શિક્ષણ અધિકારી, વિવિધ ગામોના શિક્ષકગણ, નિવૃત્ત કર્મચારીઓ, ગામના વડીલો, સરપંચશ્રીઓ, ગ્રામજનો, યુવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે અર્જુનભાઈ તડવીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ગ્રામજનો દ્વારા વિવિધ ભેટ-સોગાદો આપી તેમના પ્રત્યે આદર અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

 

વિદાય સમારોહ દરમિયાન ઉપસ્થિતોએ અર્જુનભાઈ તડવી સાથે જોડાયેલી વર્ષો જૂની યાદોને વાગોળી હતી. તેમની સરળતા, સેવાભાવ, શિસ્ત અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સ્નેહને યાદ કરી સૌએ 37 વર્ષની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

પોતાના પ્રિય શિક્ષકને વિદાય આપતી વખતે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ભાવુક બન્યા હતા. લાંબા સમય સુધી શાળામાં સેવા આપનાર શિક્ષકની વિદાય પ્રસંગે લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું.

 

સમારોહના અંતે ઉપસ્થિત સૌએ અર્જુનભાઈ તડવીના નિવૃત્ત જીવન માટે સુખમય, સ્વસ્થ અને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો