પંચમહાલ જિલ્લામાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયામાં સેવાભાવી અને ઉત્સાહી નવ લોકો ની ટ્રેનર તરીકે નિમણૂક.

તારીખ ૩૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ માઈનોરિટી અફેર્સ, ભારત સરકાર દ્વારા આયોજિત અત્યંત કઠિન ગણાતી “TRAINING OF TRAINERS” પરીક્ષા પંચમહાલ જિલ્લાના નવ ઉત્સાહી સેવાભાવી ઈમરાન ખાલીદ તેતરા (પ્રત્રકાર) આરીફ ટપલા,રફીક અહમદ દડી,હાફીઝ અસદ અલીયા,યુનુસ પોસ્ટી,યામીન દુર્વેશ,ઇરફાન દાવ,કાદીર ગુનિયા અને સલમાન રલીયા એ સફળતાપૂર્વક પાસ કરી છે. ત્યારે આ સફળતા બાદ સેવાભાવી નવ લોકો ની હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાજીઓની ખિદમત માટે સત્તાવાર ટ્રેનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને પગલે તેઓ હવે હજ યાત્રાએ જતા હજ યાત્રિકોને હજની તમામ વિધિ, નિયમો અને સફર અંગે માર્ગદર્શન અને તાલીમ આપશે. અને આ એક માત્ર નોકરી નહીં, પરંતુ ખિદમત-એ-હુજ્જાજ માટે એક નવી જવાબદારી, એક નવી સેવા છે. હજ જેવી પવિત્ર યાત્રા માટે યાત્રિકોને યોગ્ય માર્ગદર્શન મળે તે ખૂબ જ જરૂરી છે, અને આ જવાબદારી હવે જિલ્લાના આ સેવાભાવીઓ નિભાવશે.આ સિદ્ધિ બદલ સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી તમામને રૂબરૂ અને સોશિયલ મીડિયા માધ્યમથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સૌ કોઈએ દિલથી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તમામે તમામ દ્વારા હજ યાત્રિકોની સેવા સાથે માર્ગદર્શનનું કાર્ય વધુ સુંદર રીતે થાય તથા હજ સેવા ક્ષેત્રે આપનું યોગદાન સતત વધતું રહે.આ સફળતાથી પંચમહાલના મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો