અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : SP મનોહરસિંહ જાડેજાએ પત્રકારોના વિસામામાં પદયાત્રીઓની સેવા કરી

ભાદરવી પૂનમે માં અંબાના દર્શનાર્થે લાખો ભક્તો પગપાળા જઈ રહ્યા છે પદયાત્રીઓની સેવા માટે વિસામા ધમધમી રહ્યા છે મોડાસા શહેરના જીલ્લા સેવાસદન કચેરી નજીક અરવલ્લી જીલ્લા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજીત અંબાજી જતા પદયાત્રીઓ માટે પત્રકારોના વિસામાંની જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત લઇ માં જગદમ્બાના દર્શન કરી પદયાત્રીઓની સેવાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી વિસામામાં પત્રકાર મિત્રોની ટીમ ખડેપગે પદયાત્રીઓની સેવાની ભેખની સરાહના કરી હતી










