પોસાલિયા ભંડારામાં માનસિક વિકલાંગ શાળાના મુક-બધિર બાળકોને ભોજન પ્રસાદ વિતરણ કરાયું 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

પોસાલિયા ભંડારામાં માનસિક વિકલાંગ શાળાના મુક-બધિર બાળકોને ભોજન પ્રસાદ વિતરણ કરાયું

તમામ બાળકો રાજસ્થાની ગીતોના તાલે ભંડારામાં નાચી ઝૂમી ઉઠ્યા, અદભુત આનંદનો માહોલ સર્જાયો

મોડાસા તાલુકાના મોટી ઇસરોલના રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદમના આશીર્વાદ અને ભગવાન રામદેવજીની અપાર કૃપાથી પોસાલિયામાં કાર્યરત ભંડારામાં આજે શિવગંજની મંદબુદ્ધિ શાળાના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં તેઓને ખૂબ જ પ્રેમ અને વ્હાલથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. ભંડારામાં આ બાળકો સાથે સંસ્થાના ઈન્ચાર્જ, પ્રકાશજી ચૌધરી, રાજકુમાર, શંભુલાલ અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.શિવગંજ સ્થિત રિદ્ધિ સિદ્ધિ સેવા સંસ્થા સંચાલિત માનસિક રીતે વિકલાંગ અને મૂક-બધિર માટેની વિશેષ નિવાસી શાળાના બાળકોએ ભોજન બાદ ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું અને ભંડારામાં રાજસ્થાની ગીત-સંગીતનો આનંદ માણ્યો હતો. આ વાતાવરણથી ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે ભંડારાના વ્યવસ્થાપક પ્રભુદાસભાઈ પટેલ, પાલડી એમ આશ્રમના પૂज्य દિલીપ મહારાજજી, પૂર્વ પ્રમુખ સ્કાઉટ હમીરસિંહ રાવ, રાજેન્દ્રભાઈ માલી, ગુજરાતમાંથી રમેશભાઈ પટેલ અને કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો