અરવલ્લી : “તારા વિના શ્યામ મને એકલડું લાગે… રાસ રમવાને વહેલો આવજે…”ના સૂર સાથે ખેલૈયાઓ હિલોળે ચઢ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : “તારા વિના શ્યામ મને એકલડું લાગે… રાસ રમવાને વહેલો આવજે…”ના સૂર સાથે ખેલૈયાઓ હિલોળે ચઢ્યા

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મોડાસા શહેર સહિત જિલ્લાના વિવિધ નવરાત્રી મેદાનોમાં પાંચમા નોરતે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા.નવરાત્રી પર્વ મધ્ય પડાવ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વિવિધ ગરબા મેદાનોમાં આકર્ષક લાઇટિંગ અને ડેકોરેશન વચ્ચે ગાયકવૃંદો તથા ડીજેના તાલે ગરબાની રમઝટ જામી હતી. નાના ભૂલકાઓથી લઈને યુવતીઓ અને મહિલાઓ સુધીના ખેલૈયાઓ સોળે શણગાર સજીને પરંપરાગત ગરબા અને રાસ રમવામાં મશગુલ બન્યા હતા.

એક તરફ ભક્તિગીતોના સૂર અને બીજી તરફ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓના ઉત્સાહથી નવરાત્રીના મેદાનોમાં અનોખો માહોલ સર્જાયો હતો. માતાજીની આરાધના સાથે ગરબા અને રાસની રમઝટે સમગ્ર વાતાવરણને નવરાત્રીમય બનાવી દીધું હતું.આમ, અરવલ્લી જિલ્લામાં પાંચમા નોરતે નવરાત્રી મહોત્સવનો રંગ વધુ ગાઢ બન્યો હતો અને ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમીને નવરાત્રીની યાદગાર પળો માણી હતી.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો