મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો
***
વહીવટી તંત્ર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શહીદ પરિવારો અને વીર જવાનોનું ભાવભીનું સન્માન કરાયું
****

અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત દેશના વીર જવાનો અને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુ સાથે ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’નું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ તેમજ માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ‘વંદે માતરમ્’ ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર વીર શહીદોની સ્મૃતિમાં ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેશની સરહદોની સુરક્ષા, શાંતિ અને અખંડિતતા જાળવવા માટે શહીદ થયેલા વીર જવાનોના પરિવારો તેમજ કારગિલ યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા વીર જવાન વજેસિંહ અમરાભાઈ પગીનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ વીર જવાન સ્વ. રૂમાલભાઈ રાવજીભાઈ રજાતના પરિવારજન કૈલાસબેન (ડોળી-સંતરામપુર), સ્વ. જયંતીભાઈ હકરાભાઈ પારગીના પરિવારજન અંજલીબેન (ખેડાપા-સંતરામપુર), સ્વ. નટવરભાઈ રામાભાઈ પ્રજાપતિના પરિવારજન રમીલાબેન (બકોર-ખાનપુર), સ્વ. લક્ષ્મણભાઈ હીરાભાઈ બારીયાના પરિવારજન મંગુબેન (કેલામૂળ-કડાણા) તથા સ્વ. રાજુભાઈ કેસરસિંહ બારીયાના પરિવારજન વિમળાબેન (માખલીયા-લુણાવાડા)નું તંત્ર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બહુમાન કરાયું હતું.

આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર શ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી સફીન હસન, નિવાસી અધિક કલેક્ટર (RAC) શ્રી સી. વી. લટા, પ્રાંત અધિકારી શ્રી ઉમેશ શાહ (લુણાવાડા), ડીવાયએસપી (DySP) શ્રી ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી શર્મિષ્ઠા વસૈયા તથા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી હર્ષા ઠાકોર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દેશની રક્ષા માટે સશસ્ત્ર દળોના જવાનોનો ત્યાગ, શોર્ય અને સમર્પણ અતુલનીય છે અને તેમના આ સર્વોચ્ચ બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે.

આ પ્રસંગે મહીસાગર જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી શનાભાઈ શંકરભાઈ ડામોર, ઉપપ્રમુખ શ્રી પરથીંગભાઈ તાવીયાડ, મહામંત્રી શ્રી મંગળાભાઈ ડામોર, જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી મનીષાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાઓના પ્રમુખશ્રીઓ અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીતના સામૂહિક ગાન સાથે ગૌરવપૂર્ણ માહોલમાં થયું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો