ડાંગ: જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતા વઘઈ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા અને જોખમી સ્ટંટ કરતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.આ ડ્રાઇવ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીનાં માર્ગદર્શન હેઠળ તા.૦૮/૧૦/૨૦૨૬નાં રોજ વઘઇ-આહવા રોડ પર મોટરસાઇકલના બંને હેન્ડલ પરથી હાથ છોડીને પૂરઝડપે અને ગફલતભરી રીતે જોખમી સ્ટંટ કરતા વાહનચાલકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેર માર્ગ પર પોતાના તેમજ અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મૂકતા આ વીડિયોના આધારે વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.એ.એ.ચાવડાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન વઘઇ સરકારી હોસ્પિટલમાંથી એમ.એલ.સી. સંબંધી મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ કરતાં સદર ઇસમ પોતાના ઘરે મળી આવ્યો હતો.વઘઇ પોલીસે તે ઇસમને પોલીસ સ્ટેશને લાવી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ-૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. એ.એ.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.સી. ગામીત તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો