વિ
જાપુર એપીએમસીમાં મગફળીની આવકમાં વધારો
11 હજાર બોરીની આવક નોંધાઈ, જી-24ના ભાવ રૂ. 1,909 સુધી પહોંચ્યા
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસીમાં મગફળીની આવક વધી રહી છે. બજારમાં હાલ 11 હજાર બોરીની આવક નોંધાઈ છે. મગફળી ભરેલાં વાહનોની અવરજવર વચ્ચે ખેડૂતો વેચાણ માટે બજારમાં આવી રહ્યા છે.
બજારમાં જી-24 મગફળીના ભાવ રૂ. 1,700થી રૂ. 1,909 અને જી-20ના ભાવ રૂ. 1,450થી રૂ. 1,809 સુધી નોંધાયા છે.
એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ અને સેક્રેટરી નરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, નવરાત્રિ બાદ મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, દૈનિક આવકમાં અંદાજે 1,000થી 2,000 બોરીનો વધારો થઈ રહ્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં દૈનિક આવક 14 હજાર બોરી સુધી પહોંચવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
મગફળીના ભાવ અને આવકના પ્રવાહને પગલે બજારમાં ખરીદ-વેચાણની પ્રવૃત્તિ હાલ માં ચાલુ છે. જોકે, આગામી દિવસોમાં આવક કેટલી રહેશે તે બજારમાં થતી ખરીદી અને ખેડૂતો દ્વારા લાવવામાં આવતી મગફળી નો બજાર માં ભાવ સારો મળતો હોવાથી ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.











