વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસને લઈને વાવ-થરાદ જિલ્લા ભાજપે ઉજવણીને માત્ર જન્મદિવસના કાર્યક્રમો સુધી સીમિત રાખવાને બદલે **‘સેવા એ જ સંકલ્પ’**ના મંત્ર સાથે મહિના ભર જનસેવાનો સંકલ્પ લીધો છે. તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સમગ્ર જિલ્લામાં મંડળવાર વિવિધ સેવાકીય, જનજાગૃતિ અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે.

વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં એક મહિના સુધી ચાલનારા સેવા અભિયાનની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને **‘સેવા, સંકલ્પ અને સમર્પણ’**ની ભાવનાથી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
76 ગૌશાળા સુધી પહોંચશે લીલું ઘાસ!
સેવા અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલી 76 ગૌશાળાઓમાં પીકઅપ ડાલા ભરીને લીલું ઘાસ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ગૌસેવા સાથે જીવદયા અને માનવતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
રક્તદાનમાં પણ ‘76’નો સંકલ્પ
ભાજપના વિવિધ મંડળો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાનના 76મા જન્મદિવસને અનુરૂપ 76 બોટલ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે.
13 કાર્યક્રમોથી મહિનો ભર સેવા અભિયાન
જિલ્લા ભાજપ દ્વારા એક મહિના દરમિયાન વિવિધ મંડળોમાં આશીર્વાદનો દીવડો, 25 કરોડ બાળકોના સપનાનું ભારત, નમો સેવા ગાથા, આંગણવાડી ઉત્સવ, પરિવર્તનની વાતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સેવા જ્યોત યાત્રા, વડનગરથી વારાણસી, સેવા મેરા યોગદાન, સેવા સેતુ અભિયાન, રંગોળી રાષ્ટ્ર અને રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.









