JODIYA:જોડિયા દરિયાકાંઠેથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃ*તદેહ મળ્યો: ઓળખ મેળવવા પોલીસની તજવીજ

JODIYA:જોડિયા દરિયાકાંઠેથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃ*તદેહ મળ્યો: ઓળખ મેળવવા પોલીસની તજવીજ

રીપોર્ટ લલીતભાઈ નિમાવત

જોડિયા તાલુકાના બાલભા વિસ્તારમાં આવેલા દરિયાકાંઠેથી એક અજાણ્યા પુરુષનો અત્યંત કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દરિયાઈ ભરતીના પાણીમાં તણાઈને કિનારે આવી પહોંચેલા આ મૃતદેહની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બાલભા સ્થિત ચોગલે કંપનીના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા 1 B પંપ હાઉસથી થોડે આગળ પાળા નજીક સ્થાનિકોનું ધ્યાન દરિયાના પાણી સાથે તણાઈ આવેલા મૃતદેહ પર ગયું હતું. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહ લાંબા સમય સુધી પાણીમાં રહ્યો હોવાથી સંપૂર્ણપણે કોહવાઈ ગયો છે અને ઓળખી ન શકાય તેવી હાલતમાં છે.

મૃતક અંગેની પ્રાથમિક વિગતો:જાતિ: પુરુષ સ્થિતિ: સંપૂર્ણ નગ્ન હાલત તેમજ અત્યંત ક્ષત-વિક્ષત અને કોહવાયેલો મૃતદેહ

ઘટનાની જાણ થતાં જ જોડિયા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ છતી ન થતાં પોલીસે ગુમશુદા વ્યક્તિઓના આધારે વારસદારોની શોધખોળ શરૂ કરી છે.

જો કોઈ નાગરિક પાસે આ વર્ણન ધરાવતા ગુમ થયેલ વ્યક્તિ અંગેની કોઈ પણ વિગત કે માહિતી હોય, તો તાત્કાલિક જોડિયા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6359627811 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો