બાયડના વાત્રક ગામની સીમમાંથી રૂ.10.58 લાખનો દારૂ સાથે SMC એ 1ને ઝડપ્યો – 6 વોન્ટેડજાહેર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડના વાત્રક ગામની સીમમાંથી રૂ.10.58 લાખનો દારૂ સાથે SMC એ 1ને ઝડપ્યો – 6 વોન્ટેડજાહેર

SMCની કાર્યવાહી, દારૂ ભરેલી SUV સાથે ડ્રાઈવર ઝડપાયો; રેડ દરમિયાન એક શખ્સ ફરાર

અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વાત્રક ગામની સીમમાં ધનસુરા તરફથી આવી રહેલી સિલ્વર કલરની SUV ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ.20.69 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, SMCની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના રતનપુર બોર્ડર તરફથી શામળાજી, મોડાસા, ધનસુરા થઈ બાયડ તરફ GJ-01-RN-8414 નંબરની સિલ્વર કલરની SUVમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ટીમે વાત્રક ગામની સીમમાં વોચ ગોઠવી હતી.દરમિયાન રાત્રિના સમયે ધનસુરા તરફથી આવતી SUVને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી રોકાયા બાદ તેમાં સવાર એક વ્યક્તિ અંધારાનો લાભ લઈ ખેતરો તરફ નાસી ગયો હતો, જ્યારે ડ્રાઈવરને પોલીસે ઝડપી લીધો હતો. ગાડીની તપાસ કરતા પાછળની સીટ તથા ડેકીમાં દારૂ અને બીયરના બોક્સ મળી આવ્યા હતા.

પકડાયેલા ડ્રાઈવરની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના અનંતકુમાર અશોકભાઈ પટેલ તરીકે થઈ હતી. પોલીસે તેની પાસેથી દારૂનો જથ્થો રાખવા કે હેરફેર કરવા અંગે કોઈ પાસ-પરમિટ છે કે કેમ તે અંગે પૂછપરછ કરતાં કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાવાયું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.બાદમાં ગાડીમાંથી દારૂ અને બીયરના કુલ 3,870 નંગ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.10,58,682 ગણવામાં આવી છે.આ ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી સિલ્વર કલરની SUVની કિંમત રૂ.10 લાખ, બે મોબાઈલ ફોનની કિંમત રૂ.11 હજાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.20,69,682નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ફરિયાદમાં પકડાયેલા ડ્રાઈવરે દારૂનો જથ્થો રાજસ્થાનના રતનપુર બોર્ડર નજીક ખજુરી ખાતેના ઠેકા પરથી લાવવામાં આવ્યો હોવાનો અને અભેસીંગ જાડેજા નામના શખ્સે જથ્થો ભરાવ્યો હોવાનો કથિત ખુલાસો કર્યો હોવાનું જણાવાયું છે. તેમજ દારૂ ભરેલી SUVની આગળ સિલ્વર કલરની ઈનોવા ગાડીથી પાયલોટિંગ કરવામાં આવતું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.રેડ દરમિયાન ફરાર થયેલા અજાણ્યા શખ્સ ઉપરાંત અભેસીંગ જાડેજા, દારૂનો જથ્થો પૂરો પાડનાર વ્યક્તિ, ખેડા-ચકલાસી ખાતે જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ તેમજ બંને વાહનોના માલિકો સહિત અન્ય શખ્સોની ભૂમિકા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.આ મામલે બાયડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 81, 83 અને 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ તથા ફરાર આરોપીઓની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો