શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ.પટેલ કોમર્સ કોલેજમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જાગૃતિ વિષય પર કાર્યક્રમ યોજવામાં* આવ્યો

13 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ.પટેલ કોમર્સ કોલેજમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જાગૃતિ વિષય પર કાર્યક્રમ યોજવામાં* આવ્યો. જાણીતા ડોક્ટરોએ કેન્સર વિશે જાણકારી પુરી પાડી.એન.પી.પટેલ આર્ટસ અને એસ.એ પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વુમન સેલ્સ ના અંતર્ગત રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જાગૃતિ વિષય પર કાયર્ક્રમ યોજવા માં આવ્યો જેમાં ડૉ.એચ.કે શાહ જેવો વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ છે જેમણે સર્વાઇકલ કેન્સર વિશે અને ડૉ.કાર્તિક મહેશ્વરી જેવો જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન છે તેમજ માવજત હોસ્પિટલ ખાતે કન્સલ્ટિંગ સર્જન તરીકે ની ફરજ બજાવે છે જેમણે બ્રેસ્ટ કેન્સર ની માહિતી આપી આ કેન્સર શું છે,કેવી રીતે ફેલાય છે તેમજ એનું નિદાન કેવી રીતે થઈ શકે એની સમગ્ર માહિતી કોલેજ ની વિધાર્થિનીઓ ને પૂરી પાડી. રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ શ્રી પિયુષભાઈ વકીલ,રોટરી ક્લબ ના પ્રોજેક્ટ ચેરમેન શ્રી ડૉ.અશોકભાઈ મહેશ્વરી, ક્લબ સેક્રેટરી મહેન્દ્ભભાઈ મોદી, ગિરીશભાઈ રાવલ, તેમજ બીનાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા જે સર્વે નું સ્વાગત એસોસિયટ પ્રોફેસર દિપ્તીબેન ભાખરીયા એ કર્યું આ સમગ્ર કાયર્ક્રમ નું સંચાલન ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વુમન સેલ્સ ધારાના કન્વીનર ડૉ.કિરણબેન રાવલ અને પ્રો.રિતિકાબેન પટેલ એ સફળતા પૂર્વક કર્યું.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ડિટવાસ પો.સ્ટે. વિસ્તારમાં રૂ. ૦૩,૬૭,૯૮૦/- નો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૨૧ તથા કુલ. રૂ. ૧૦,૭૨,૯૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

Horoscope

Weather

વધુ વાંચો

ડિટવાસ પો.સ્ટે. વિસ્તારમાં રૂ. ૦૩,૬૭,૯૮૦/- નો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૨૧ તથા કુલ. રૂ. ૧૦,૭૨,૯૮૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

જિલ્લા

શહેર પસંદ કરો