વિજાપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આગેવાનો અને કાર્યકર્તાઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો



વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ સ્વયં શ્રમદાન કરી હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, શહેરી વિકાસના સચિવ અંકિતાબેન, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ, નગરપાલિકાના દંડક જયવીરભાઈ બારોટ, કોર્પોરેટર ભાવેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત વિજાપુર શહેર મહિલા મોરચાના પ્રમુખ શીપાબેન પટેલ, મહામંત્રી રેખાબેન લીમ્બાચીયા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ પટેલ, શહેર યુવા મોરચાના મહામંત્રી અનુજ બારોટ સહિત ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
સ્વચ્છતા અભિયાન દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વચ્છતા સંકલ્પ, સ્વસ્થ સમાજનો સંકલ્પ ના સંદેશ સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. સ્વચ્છ પર્યાવરણથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય અને સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી યોજાયેલા આ અભિયાનમાં સૌએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો.










