MORBI:મોરબીના રંગપર ગામની સીમમાં યુવક પર જૂની અદાવતમાં લોખંડના પાઈપ અને ધોકાથી પ્રાણઘાતક હુમલો: બે સામે ફરિયાદ

MORBI:મોરબીના રંગપર ગામની સીમમાં યુવક પર જૂની અદાવતમાં લોખંડના પાઈપ અને ધોકાથી પ્રાણઘાતક હુમલો: બે સામે ફરિયાદ

મોરબી નજીક આવેલા રંગપર ગામની સીમમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં ચા-પાનની દુકાને બેઠેલા યુવક પર જૂની અદાવતનો ખાર રાખીને થાર અને સ્કોર્પિયો કારમાં આવેલા બે શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
​મળતી વિગતો અનુસાર, મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે કાંતિનગર સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ કરીમભાઈ સમાણી (ઉં.વ. ૩૭) નામના યુવકે આરોપી ફારૂક મોવર અને ઈરફાન નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

​ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના બનેવી અનવર માલાણી સાથે આરોપીઓ ફારૂક મોવર અને ઈરફાનને અગાઉથી કોઈ બાબતે મનદુખ ચાલતું હતું. આ જૂની અદાવતનો ખાર રાખીને બંને આરોપીઓ થાર અને સ્કોર્પિયો ગાડીમાં રંગપરની સીમમાં ચા-પાનની દુકાને પહોંચ્યા હતા. ત્યાં બેઠેલા ઇમરાનભાઈ પર આરોપીઓએ લાકડી અને લોખંડના પાઈપ જેવા મારક હથિયારો વડે અચાનક હુમલો કરી દીધો હતો.આ હુમલામાં ઇમરાનભાઈને બંને હાથ-પગ તથા કમરના ભાગે અસંખ્ય મલ્ટીપલ ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ હુમલા દરમિયાન ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
​આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદીની तक्रારના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

17
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો