MORBI:મોરબી-હળવદ હાઈવે પર નાસ્તાના ₹૬૫ના ઓનલાઈન પેમેન્ટ બાબતે માથાકૂટ

MORBI:મોરબી-હળવદ હાઈવે પર નાસ્તાના ₹૬૫ના ઓનલાઈન પેમેન્ટ બાબતે માથાકૂટ

મોરબી-હળવદ રોડ પર આવેલી દુકાને નાસ્તો કર્યા બાદ માત્ર ₹૬૫ના ઓનલાઈન પેમેન્ટની બાબતમાં બોલાચાલી થયા બાદ યુવકને ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી અપાતા ચકચાર મચી છે. આ મામલે સિરામિક કારખાનામાં કામ કરતા યુવકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બે સગા ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સેનીસ્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરીકામ કરતા હિતેશભાઈ ગોવિંદભાઈ છાસીયા (ઉં.વ. ૨૮) પોતાના સાથી કર્મચારી અનિલભાઈ સાથે મોરબી-હળવદ હાઈવે પર શિવ પેટ્રોલ પંપ નજીક આવેલ ‘રાધે પાન સેન્ટર’ પર નાસ્તો કરવા ગયા હતા.

નાસ્તો કર્યા બાદ અનિલભાઈ ₹૬૫નું બિલ ઓનલાઈન ટ્રાન્સફર કરી રહ્યા હતા, ત્યારે દુકાનદાર જીતુભાઈ પટેલે તેમની પાસે ઊભેલા માણસ અંગે પૂછપરછ કરી બોલાચાલી શરૂ કરી હતી. મામલો બિચકતાં જીતુભાઈએ હિતેશભાઈને ગાળો ભાંડી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન ફરિયાદી યુવકના કારખાનાના શેઠ સ્મીતભાઈ પટેલ અને કિશનભાઈ પટેલ ત્યાં આવી પહોંચતાં હિતેશભાઈ તેમની ગાડીમાં બેસી ગયા હતા. તે વખતે આરોપી જીતુભાઈનો ભાઈ વિપુલ પટેલ ત્યાં ધસી આવ્યો હતો અને તેણે પણ ઉશ્કેરાઈને “હવે પછી અહીં દેખાણો તો હાથ-પગ ભાંગી નાખીશ” તેવી ગુનાહિત ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

આ સમગ્ર મામલે હિતેશભાઈ છાસીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી જીતુભાઈ પટેલ તથા વિપુલભાઈ પટેલ (રહે. બંને રાધે પાન, શિવ પેટ્રોલ પંપ પાસે, નીચી માંડલ સીમ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો