ધ્રાંગધ્રામાં ક્રેડિટ કાર્ડના બહાને રેલવે કર્મચારી સાથે રૂ. 1.87 લાખની સાયબર ઠગાઈ

તા.13/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક રેલવે કર્મચારી સાથે રૂ. 1.87 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. ભેજાબાજ ઠગે ખાનગી બેંકનો કર્મચારી બની ક્રેડિટ કાર્ડની લાલચ આપી વોટ્સએપ પર લિંક મોકલી OTP મેળવી લીધો હતો અને ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લીધી હતી. આ અંગે રેલવે કર્મચારીએ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ, ધ્રાંગધ્રાની માજી સૈનિક સોસાયટીમાં રહેતા અને રેલવે વિભાગમાં ફરજ બજાવતા દ્રિગેંદ્રસિંહ ગંગાસરન ચૌહાણના મોબાઈલ નંબર પર ગત ૧ સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ એક જાણીતી ખાનગી બેંકના કર્મચારી તરીકે આપી હતી અને ક્રેડિટ કાર્ડની સેવાઓ તથા પ્રોસેસિંગ અંગે વાતોમાં પરોવ્યા હતા. ત્યારબાદ આરોપીએ દ્રિગેંદ્રસિંહના વોટ્સએપ પર એક શંકાસ્પદ લિંક મોકલી હતી અને પ્રક્રિયા પૂર્ણ કરવાના બહાને તેમની પાસેથી વેરિફિકેશન માટે આવેલો OTP માગી લીધો હતો. રેલવે કર્મચારીએ સાચા બેંક કર્મચારી સમજીને OTP શેર કરતાની સાથે જ તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર કુલ રૂ. 1,87,565 ની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. મોબાઈલ પર રકમ ઉપડી ગયાના મેસેજ આવતા જ દ્રિગેંદ્રસિંહ ચૌહાણને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસે આ મામલે રજિસ્ટર ગુનો નોંધી સાયબર સેલની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો