તા.૨૩.૦૯.
૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કલેકટરસુ સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી તેમજ લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા માટે કલેકટર દ્વારા માર્ગદર્શન સહિત અપાઈ સૂચના દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરસુ સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ રજૂઆતો અને પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સહિત સૂચના આપવામાં આવી હતી.જેમાં પ્રસુતિ સહાય યોજનાની પેન્ડિંગ અરજી, શિક્ષણ સહાય યોજનાની પડતર અરજી, પાણીના કનેકશન બાબત, આર. ટી. આઈ. ને લગતા પ્રશ્નો, અટક માં સુધારો કરવા બાબત, કામોના બીલના ચૂકવણા બાબત, નવું પ્રોપર્ટીકાર્ડ, વિદ્યુત કનેકશન તેમજ પ્રાથમિક શાળાના નવીન બાંધકામ જેવી કુલ ૨૪ અરજીઓ આવેલ જેમાંથી કુલ ૧૫ અરજદારોએ આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.જિલ્લા કલેકટર દ્વારા અરજદારોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી, સંબંધિત વિભાગોના અધિકારીઓને નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરવા તેમજ અરજદારોના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની રજૂઆતોનું અસરકારક નિરાકરણ લાવી પારદર્શક, સંવેદનશીલ અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને તેમની સમસ્યાઓ રજૂ કરવા અને તેનું યોગ્ય નિરાકરણ મેળવવા માટે સીધું મંચ મળી રહે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ સાહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી હેતલ કટારા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા સંબંધિત અમલીકરણ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા










