યોગેશ કાનાબાર રાજુલા
🚨 અમરેલી બ્રેકિંગ: વડીયા-અમરનગર રોડ પર કાર ટ્રક પાછળ ઘૂસી, પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત

અમરેલી: વડીયાથી અમરનગર તરફ જતા રોડ પર સદગુરુ નગર અને કોર્ટ નજીક ટ્રક અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકનું બેલેન્સ ગુમાવતા રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી.
અકસ્મતમાં ફોરવ્હીલ કારમાં સવાર પતિ-પત્ની અને તેમના બે બાળકોને ઇજા પહોંચી હતી. જેમાં માધુરીબેન યોગેશભાઈ વઘાસિયાને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બંને બાળકો ક્રિશિવ અને ખનકને સામાન્ય ઇજાઓ થઈ હતી. કારમાં યોગેશભાઈ વઘાસિયા પણ સવાર હતા.
પ્રાથમિક તારણ મુજબ પિતા-પુત્ર વચ્ચેની કોઈ ચર્ચા દરમિયાન કારનું બેલેન્સ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી.
108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને મસમોટું નુકસાન થયું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં દોડધામ મચી હતી.








