GANDHINAGAR:ગાંઘીનગર સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારાઓ સામે હવે સીધી FIR: CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક સૂચના

GANDHINAGAR:ગાંઘીનગર સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારાઓ સામે હવે સીધી FIR: CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક સૂચના

ગાંધીનગર:ગુજરાતમાં સરકારી મિલકતો અને જમીનો પર ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે સરકારી જમીન પચાવી પાડનારા કે વારંવાર ગેરકાયદે દબાણ ઊભા કરનારા ઈસમો સામે હવે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના સીધી FIR (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરવામાં આવે.

દબાણકારો સામે કડક કાર્યવાહી: વારંવાર સરકારી જમીન પર દબાણ કરનારા લોકો સામે કાયદેસરનો ગુનો નોંધી કડક કાનૂની પગલાં લેવાશે.

જિલ્લા કલેક્ટરોને તાકીદ: રાજ્ય સ્વાગત કાર્યક્રમ દરમિયાન મળેલી ફરિયાદોના આધારે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રને સરકારી જમીનોનું રક્ષણ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

બેદરકાર સરપંચો સામે પગલાં: ગામડાઓમાં સરકારી જમીનોનું રક્ષણ કરવામાં કે પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહેતા સરપંચો સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.

સરકારી જમીનો પરથી દબાણ હટાવવાની સાથે ખેડૂતોના પ્રશ્નો, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર અને પાયાની સુવિધાઓનો ત્વરિત ઉકેલ લાવવા તંત્રને જણાવાયું છે.

રાજ્યમાં સરકારી જમીન પચાવી પાડવાના વધતા કિસ્સાઓ અને તેના સંબંધિત આવેલી રજૂઆતોને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી તંત્રને જવાબદારીપૂર્વક કામગીરી કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકારી સંપત્તિનું રક્ષણ કરવું એ તંત્રની પ્રાથમિકતા છે, જેથી કોઈપણ ચમરબંધીને છોડ્યા વગર દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ અને સંબંધિત કાયદાઓ હેઠળ તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો