યોગેશ કાનાબાર રાજુલા

*૧૦૮ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી: અત્યંત જોખમી પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ નવજીવન બક્ષતા EMT અને પાયલોટ*

*નાગેશ્રી ૧૦૮ ની ટીમ દ્વારા નવજાત શિશુને કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો*
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની નાગેશ્રી 108 એમ્બ્યુલન્સ ને આજે 17:17 કલાકે એક જીવાપર ગામનો કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ નાગેશ્રી 108 ની ટીમ તુરંત સ્થળ પર જવા રવાના થઈ જીવાપર ગામે 108 ની ટીમ પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે જીવાપર ગામ ની વાડી વિસ્તાર માં દર્દી છે તો 108 ની ટીમ દર્દી સુધી પહોંચવા માટે દર્દી જે વાડી વિસ્તાર માં હતા ત્યાં પહોંચી તપાસ કરે છે તો એક સગર્ભા માતા ને પ્રસુતિ ની અસહ્ય પીડા હતી એટલે સ્થળ પર સામાન્ય તપાસ કરી જ્યારે તે સગર્ભા માતાને એમ્બ્યુલન્સની અંદર લઈ જતા હતા ત્યારે જ અચાનક પ્રસૂતિ ની પીડા વધી જતા તુરંત એમ્બ્યુલન્સ ની અંદર લઈ ને સ્થળ પરજ એમ્બ્યુલન્સ ની અંદર પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી તેમજ પ્રસૂતા માતા પરપ્રાંતીય એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય ના હોવાથી તેમની પાસે જરૂરી મેડિકલ રિપોર્ટ જેમકે સોનોગ્રાફી રિપોર્ટ જેવા જરૂરી રીપોર્ટ ન હોવાને લીધે 108 ના ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયનને માતા અને બાળક ની કોઈ હિસ્ટ્રી પણ ન મળી હોવાથી પ્રસુતિ કરાવવી ખૂબ જ જોખમી હતું પરંતુ 108 ના કર્મચારીઓ ના અનુભવ અને સૂઝબૂઝ થી 108 હેડ ઓફિસ ખાતે ઉપસ્થિત ઉપરી ડોક્ટર ની સલાહ મુજબ પ્રસૂતા માતા ની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સ ની અંદરજ પ્રસુતિ કરાવવામાં આવી અને બાળક નો જન્મ એમ્બ્યુલન્સ ની અંદર થયો પરંતુ જ્યારે બાળક સામાન્ય રીતે જન્મ સાથે રડતું હોય છે પરંતુ આ બાળક જન્મ બાદ રડતું પણ ન હતું તેમજ બાળક માં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું જેથી ઇએમટી ભરત બાંભણિયા દ્વારા સતર્કતા રાખી તુરંત જ કૃત્રિમ શ્વાસ આપી ને બાળક ને નવજીવન આપવામાં આવ્યું ત્યાર દ્વારા યોગ્ય સમયસૂચકતા વાપરી અને પોતાની સૂજબુજ થી નવજાત બાળક અને માતા ને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો તેમજ પાયલોટ બાલુ ભાઈ ગોહિલ દ્વારા સમયસૂચતા વાપરી સલામતી પૂર્વક સ્થળ પર થી એટલે કે જીવાપર વાડી વિસ્તાર થી રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, તેમજ રાજુલા સરકારી હોસ્પિટલ દ્વારા માતા અને નવજાત શિશુ ને ત્યાં લઈ ગયા ત્યારે રાજુલા સરકારી હોસ્પિટલ ના ડૉક્ટર દ્વારા પણ 108 ની ટીમ ની આવી સરાહનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા. અને દર્દીના સગા દ્વારા પણ 108 ટીમ અને એમની સેવાનો આભાર માન્યો હતો.









