સસ્તી કટલરીના નામે દુકાનદારોને હિપ્નોટાઇઝ કરી ઠગતી ગેંગનો પર્દાફાશ

સસ્તી કટલરીના નામે દુકાનદારોને હિપ્નોટાઇઝ કરી ઠગતી ગેંગનો પર્દાફાશ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સસ્તી કટલરી વેચવાના બહાને દુકાનદારોને વિશ્વાસમાં લઈ કથિત રીતે હિપ્નોટાઇઝ કરી રોકડ રકમ પડાવી લેતી ઉત્તર પ્રદેશની બંજારા ગેંગનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસની માહિતી મુજબ, આરોપીઓ સસ્તી કટલરી આપવાની લાલચ આપી દુકાનદારો સાથે સંપર્ક કરતા હતા અને ત્યારબાદ તેમને પોતાની વાતોમાં વિશ્વાસમાં લઈ રોકડ રકમ પડાવી લેતા હોવાનો ખુલાસો થયો છે. વડગામ, માલણ અને પટોસણમાં આવી રીતે ઠગાઈના બનાવો સામે આવ્યા હતા.

આ કેસમાં ઉત્તર પ્રદેશના અંસારઅલી બંજારા અને સાહીદ બંજારા તેમજ મહેસાણાના મંહમદસગીર અન્સારીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી પૂછપરછ કરતાં બનાસકાંઠા ઉપરાંત રાજ્યના અન્ય 10થી વધુ સ્થળોએ ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવ્યું છે.

માલણમાં રૂ. 1 લાખ, વડગામમાં રૂ. 44 હજાર અને પટોસણમાં રૂ. 32 હજારની ઠગાઈના બનાવો નોંધાયા છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 33,500ની કટલરી, ત્રણ મોબાઇલ ફોન, રૂ. 1.35 લાખ રોકડ અને એક રિક્ષા સહિત કુલ રૂ. 4,02,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા LCB પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ગેંગ દ્વારા અન્ય સ્થળોએ કરવામાં આવેલી સંભવિત ઠગાઈઓ અંગે તપાસ શરૂ કરી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો