HALVAD:હળવદનાકોયબા ગામે જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

HALVAD:હળવદનાકોયબા ગામે જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

હળવદ તાલુકાના કોયબા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોયબા ગામે જુગાર અંગે રેઈડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ મુગટલાલ રાવલ, વિજયસિંહ કરણસિંહ ઝાલા, દયારામભાઇ ભીખાભાઈ પરમાર, વનરાજભાઈ ભરતભાઈ ચાવડા અને સુર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા (તમામ રહે. કોયબા, તા. હળવદ) ઝડપાઈ ગયા હતા.

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૪,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો